ઝગમગતા તારલા નું મંદિર હોજો,
એમાં મારા શ્રીજી બાવા નું સ્વરૂપ હોજો,
એવા સુંદર શ્રીજીબાવા ના દર્શન હોજો. ઝગમગતા તારલા નું…
અમે અમારા શ્રીજી બાવા ને મંદિર માં પધરાવીશું ,
મંદિર નહી મળે તો અમે ઝાંપી માં પધરાવીશું ,
ઝાંપી થી સુંદર હ્રદય હોજો, એમાં મારા શ્રી જી બાવા ની ખુશી હોજો .
અમે અમારા શ્રીજીબાવા ને કેસર સ્નાન કરાવીશું ,