યોગી આવો તે રંગ મને શીદ લગાવયો
બીજો ચડતો નથી એકે રંગ યોગીરાજ. આવો તો…
હું તો ગોંડલ ગયોને મારું મન મોહયું
મારી જાગી પૂરવની પ્રીત યોગીરાજ. આવો તો…
મારે રહેવું અહીયાને મેળ તારો થયો
હવે કેમ કરી દહાડા જાય યોગીરાજ. આવો તો…