શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો (૧)
તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો (૨) દયા કરી…
અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો (૩) દયા કરી…